Tuesday 14 March 2017

Jain Shwetamber Girnar Tirth History...

શ્રી જૈન શ્વેતાંબર તીર્થ ગીરનાર ની યશોગાથા 


શ્રી નેમિનાથ પ્રાસાદ - ગીરનાર

સોરઠ ની શૌર્યવંતી ભૂમિએ અનેક ઐતિહાસિક પ્રસંગો ની હારમાળા ને કારણે ગુર્જર દેશ ને ગૌરવવંતો બનાવ્યો છે 

સંઘપતિ ધનશેઠ સંઘ સાથે ગિરનાર ની ગોદમાં યાત્રા નો પ્રારંભ કરે છે.
મહારાષ્ટ્ર થી કટ્ટર દિગંબર પંથ ના અનુયાયી વરુણ શેઠે 
ધનશેઠ એ ચડાવેલ પુષ્પ ની માળા ,કિંમતી અલંકારો ઘડી બે ઘડી માં હતા ન હતા જેવા થઈ ગયા 
અને બરાડી ઉઠ્યા વીતરાગી ને વળી રાગ ના સાધનો ની શી જરૂર છે ?

ધનશેઠ બોલ્યા અમારી પૂજા માં અંતરાય કરનાર તમે કોણ ?

વરુણ શેઠ - આ તીર્થ અમારું છે તમે તો આજ કાલ ના પેદા થયેલા છો !

ધન શેઠ - આ તો અમારા પક્ષ ની કરુણા કહો કે તમને યાત્રા કરવા મળે છે 
પ્રભુની અંગ રચના માત્ર થી જો પ્રભુ રાગી થઈ જતા હોય તો દિગંબરો દ્વારા થતી રથ યાત્રા માં રાગી ના થાય ?
વીતરાગી ને વળી રથ માં બેસાડવા ના અરમાન કેમ? જો અલંકારો થી રાગી થાય તો સ્ત્રી ના સ્પર્શ થી વીતરાગી કહેવાય? 

વરુણ શેઠ - ખબરદાર! જો તમારે અમારી પદ્ધતિ થી પૂજા કરવી હોય તો થશે અન્યથા સજા ભોગવવા તૈયાર રહો.. 

ધન શેઠ -જય નેમિનાથ ના નાદ સાથે આજે કેસરીયા કરીને રહિશુ પછી ભલે મસ્તક વધેરાઇ જાય!
આ જોઈ ને ઉભયપક્ષ ના લોકો એ વાત ને થાળે પાડવા વિક્રમ રાજા ના દરબાર માં ભેગા થયા. 

બન્ને ની ફરિયાદો સાંભળતા મુદ્દો ગંભીર લાગતા બીજા દિવસે નિર્ણય કરવાનુ કહ્યુ. 

રાતે અંબીકા દેવી નુ સ્મરણ કર્યુઁ ત્યાં જ દેવી પ્રગટ થતા કહ્યુ : સત્ય તો દૂધ અને પાણી ની જેમ છૂટા પડી જાય છે. 
તમે નિશ્ચિંત રહેજો અને એક યુક્તિ આપી ને ગયા. 

બધા ચાતક ચિત્તે ઉત્સુક હતા 
ધન શેઠ - અમે લોકો નિત્ય અમારા ચૈત્ય વંદન માં શ્રી ગિરનાર તીર્થ નુ સ્મરણ કરીયે છીયે -
એ  જ મોટો પૂરાવો છે કે આ તીર્થ અમારું છે!
વિક્રમ રાજા એ વરુણ શેઠ ને પૂછ્યુ તમારા કોઈ ગ્રંથ માં છે ગિરનાર ની પંક્તિ કે અન્ય કંઈ?
વરુણ શેઠ અવાક થઈ ગયા તેમ છતા કોઈ એમના ગ્રંથ માં ઉલ્લેખ ના મળતા કોઈક કુતર્કો કર્યા 
પણ એને હાસ્યાસ્પદ ગણાવી ધન શેઠ ની વાત માન્ય રાખવા નુ કહ્યુ. 

છેલ્લે વરુણ શેઠ ને મનમાં વિચાર આવ્યો કે સંઘ ના દરેક યાત્રિકો ને આ ગોખાવી દીધુ હોય તો? 
આવી શંકા થી સંઘ ના સિવાયની વ્યક્તિ પાસે બોલાવવા નુ  કબૂલ કર્યુઁ!
રાજસેવકો આજુબાજુ ના ગામ માં થી નાની છોકરી ને લઈ ને આવે છે અને ત્યારે 
ધન શેઠ કહે છે આ અમારી નાનકડી છોકરી પણ કહી દેશે 

અને છોકરી એ સિદ્ધ સત્વ સિદ્ધાણં બુદ્ધાણં ચાલુ કર્યુઁ 

"ઉજ્જિંત સેલ સિહરે દિક્ખા નાણં નિસિહિઆ જસ્સ ,
તં ધમ્મ ચક્ક્વટ્ટીં અરિઠ્ઠનેમિ નમંસામિ 

ઉજ્જયંતગિરિ (ગિરનાર )ના શિખરે દીક્ષા કેવલજ્ઞાન અને નિર્વાણ આ ત્રણ કલ્યાણક થયા છે 
તે ધર્મચક્રવર્તી શ્રી નેમિનાથ પ્રભુ ને હું નમસ્કાર કરૂ છુ. 

આ બાલ કન્યા ના વચનો પૂર્ણ થતાં ની સાથે ચારેકોર પુષ્પવૃષ્ટિ થઈ અને  
વિક્રમ રાજા આ તીર્થ શ્વેતાંબર નુ છે એ નિર્ણય જાહેર કરતા હર્ષનાદ ના પડઘા ગિરિવર પર ગુંજી ઉઠ્યા. 

ધનશેઠ મનોમન અંબીકા દેવી ની યુક્તિ નુ સ્મરણ કરી આનંદ વિભોર બની ગયા 
જય ગીરનાર ,જઈયે ગીરનાર

(સાભાર : અનુપ્રેક્ષા)

No comments:

Post a Comment