દિવ્ય પૂજા પર્વ અંતર્ગત શ્રી અષ્ટપ્રકારી પૂજા ગીત
ભાગ - ૧ જળ પૂજા
શ્રી અષ્ટપ્રકારી પૂજા ગીત
(હાલોલ ચાતુર્માસ માહોલ અંતર્ગત થયેલ અનુષ્ઠાન
"અદભુત પૂજા પર્વ" રૂપે પ્રભુજી ના અષ્ટપ્રકારી પૂજા ના ગીત)
રચના : મુની ઉદયરત્ન વિજય ગણિ
:~: જળ પૂજા :~:
સોના - રૂપાના કળશે, પ્રભુને ન્હવરાવું હર્ષે,
પાવન નદીઓ ના પાણી, દેવો લાવ્યા છે તાણી,
આ ધારા તો.. પુણ્ય ની ધારા છે... પ્રભુજી તો મ્હારા છે.
વાદળ ઉમટે છે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા,
હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા,
તારા અંગ અંગ ના સ્પર્શે ખળ - ખળ થઇને હું નાચું,
તારી અભિષેક પૂજામાં હું એજ વિચારે રાચું... આ ધારા તો...
દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે,
સ્પર્શ તમારો પામી સ્વામી! મેરુ પણ ભીંજાશે,
અભિષેક ની રંગ છટાઓ, તવ મસ્તક પર વહેતી,
એ જોવા દેવની આંખો જાણે અનિમેષ રહેતી... આ ધારા તો..
રોજ પરોઢે જળની ધારા થઇને ચરણ પખાળું,
સૂર્ય "ઉદય" ના તેજે, ચમકે મુખડું તારું રૂપાળું,
લઇ આવું મેઘ સવારી ભરી આવું જળની ઝારી,
પક્ષાલ પૂજામાં આજે લાવું કળશો શણગારી... આ ધારા તો..
આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મ્હારા છે,
સમકિતની માળા છે..પ્રભુજી તો પ્યારા છે.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~ :~:~:~:
SHREE ASHTPRAKARI POOJA GEET
PART 1 - JAL POOJA
RACHNA : MUNI UDAYRATNA VIJAY GANI
:~: JAL POOJA :~:
SONA-RUPA NA KALSHE PRABHU NE NAHVRAVU HARSHE,
PAAVAN NADIO NA PAANI DEVO LAAVYA CHE TAANI,
AA DHARA TO... PUNYA NI DHARA CHE... PRABHUJI TO MHARA CHE.
VADAL UMTE CHE ROJ GAGAN MA ABHISHEK JAL BHARVA,
HU PANCHENDRIYA CHU PAN CHAHU EKENDRIYA PAD DHARVA,
TARA ANG-ANG NA SPRSHE KHAL KHAL THAI NE HU NACHU,
TARI ABHISHEK PUJA MA HU EJ VICHARE RACHU.. AA DHARA TO...
DEVO NI DUNIYA NO MELO LAAGYO CHE AAKASHE,
SPARSH TAMARO PAAMI SWAMI ! MERU PAN BHINJASHE,
ABHISHEK NI RANG CHHATAO, TAV MASTAK PAR VAHETI,
AE JOVA DEV NI AANKHO JAANE ANIMESH RAHETI... AA DHARA TO..
ROJ PARODHE JAL NI DHARA THAI NE CHARAN PAKAHALU,
SURY "UDAY" NA TEJE, CHAMKE MUKHDU TARU RUPALU,
LAI AAVU MEGH SAVARI BHARI AAVU JAL NI ZARI,
PAKSHAL POOJA MA AAJE LAVU KALSHO SHANGAARI... AA DHARA TO..
AA DHARA TO PUNYA NI DHARA CHE ,
SAMKIT NI MALA CHE ..PRABHUJI TO PYARA CHE.
PLEASE MAIL ME LYRICS OF ALL ASTHA PRAKARI PUJA STAVAN OF GURUJI
ReplyDeleteNice 👍
ReplyDeleteNice 👍
ReplyDeleteWery nice
ReplyDeleteNice
ReplyDelete