Wednesday 8 February 2017

Mahopadhyay Shree Yashovijayji Maharaja

મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા 



પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા
(તસ્વીર સાભાર : શ્રી પ્રેમલ કાપડિયા કૃત શ્રીપાલ રાસ)


ઉપાધ્યાય ભગવંતોમાં શિરમોર સ્થાને કોઇનું સ્મરણ થતું હૉય તૉ તે છે 
ન્યાય વિશારદ મહોપાધ્યાય યશોવિજયજી તેમનુ પાંડિત્ય અપૂર્વ હતુ.
તેમની કવિ શક્તિ બેનમૂન હતી ઉત્સુત્રો ની સામે પ્રચંડ પડકાર ફેંકવાની તેમની નીડરતા- આશ્ચર્યજનક હતી યતિસંસ્થા ના શિથિલાચાર ની સામે અને મૂર્તિ પૂજા ના ખંડન સામે તૉ 
તેઓ જોરદાર બલ થી ત્રાટકયા હતા



  • મહોપાધ્યાયજી ની દીક્ષા પાટણ માં પંચાસરા પાર્શ્વનાથ જિનાલય ની બાજુ માં પોલિયા ના ઉપાશ્રય માં થઇ હતી.

  • સાકર ના કણ કણ માં જેમ મીઠાશ છે તેમ મુનિ શ્રી ની મતિ શ્રુતજ્ઞાન 📖📚માં વ્યાપી હતી.

  • જંબુ સ્વામી રાસ માં એમણે લખ્યુ છે કે માં શારદા એ પ્રસન્ન થઈને તે વખતે                                                   તર્ક અને કાવ્ય નું ઉચ્ચ વરદાન આપ્યું હતુ.

  • કાશી ના ભટ્ટાચાર્ય એ તેમના માટે કહ્યુ કે મારી વિધા જો કોઈ માં સંક્રમિત થઇ હૉય તૉ                                   તે એક માત્ર આ જૈન મુનિ છે હવે તેમને આપી શકાય તેવું મારી પાસે કંઈ જ નથી.

  • તેમનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડનાર ધનજીભાઈ સૂરા હતા.

  • તેઓ શ્રી વિજયપ્રભસૂરી ના હસ્તે ઉપાધ્યાય પદે આરૂઢ થયા હતા.

  • તેમની 11 અંગ ની સજ્જાય માં : 
           ખાંડ ગળી સાકર ગળી વલી અમૃત ગળ્યું કહેવાય ; માહરે તૉ મન શ્રુત આગલે તે કોઈ ના આવે દાય.

  • સંસ્કૃત પ્રાકૃત ગુજરાતી ગદ્ય પદ્ય ટીકા, સંક્ષેપ વિસ્તાર, રૂપાંતર, નિચોડ,
        તર્ક આચાર, કાવ્ય સાહિત્ય, દર્શન યોગ, અધ્યાત્મ, ખાલી વિષયો ગણાવામાં આપણી   
        કલમ થાકી જાય.

  • એક વખત પ્રતિક્રમણ માં ટૂંકી સજ્જાય લેતા એક શ્રાવકે 

           "કાશી માં રહીને ત્રણ વરસ ઘાસ કાપ્યું ?" એવું કહેતા  
           બીજા દિવસે આ શ્રુત પુરુષે નાભિમાંથી સ્વર કાઢ્યો ધીરે ધીરે સમય પસાર થયો.
           ગઈ કાલ વાલો શ્રાવક - ધ્યાન માં છે ને કેટલો સમય પસાર થયો? 
           પૂજ્ય શ્રી - ત્રણ વર્ષ જે ઘાસ કાપ્યું એના પૂલા બંધાય છે! 
           તે દિવસે સમ્યક્ત્વ ના અડસઠ બોલ ની સજ્જાય ની મહામૂલ્યવાન કૃતિ ની 
           શ્રી સંઘ ને ભેટ મલી.

  • વિ.સં .૧૭૪૩ નું ચાતુર્માસ માં ડભોઇ અનશન કરી સમાધિ મરણ ને વર્યા. 
          આજે પણ ત્યા સ્તૂપ વિધમાન છે. કહેવાય છે કે એમનો સ્વર્ગવાસ દિવસે 
           વાતાવરણમાં થી ન્યાયનો અદ્રશ્ય ધ્વની પ્રગટ થતો સાંભલવામાં આવતો હતો.

  • એમના સમકાલીન વિધ્વાનો એ એમને " કલિકાલકેવલી" તરીકે પ્રંશંસ્યા છે.




સદા અધ્યાય ની નજીક(ઉપ) માં જ રહે માટે તેમને ઉપાધ્યાય કહેવા માં આવે છે.
સહુ ના આશ્રયદાતા હોવાથી વૃક્ષ જેવા છે આથી જ એમનો વર્ણ લીલો છે.


  • 5 ઓષ્ઠય અક્ષરો નો ઉપયોગ કર્યા વિના વાદ કરી ને પ , ફ , બ , ભ , મ 
          આટલા ના આવા જોઇયે એમાં ખંભાત માં વાચાલ પંડિત ને હરાવવો.
  • રોજ નીત નવા સ્તવન અને સજજાય નું સર્જન કરીને પ્રતિક્રમણ માં બોલવા.

  • લેખન ની ધારા ને અતૂટ રાખવા માં ઘણી વખત સાંજ નું પાણી પણ વાપરવા નું 
રહી જતુ વગેરે અઢલક વિશિષ્ટતા ના સ્વામી આ શિષ્ટતમ સાધુ રત્ન ની કયા શબ્દો માં અનુમોદના કરવી ? 

બસ,માત્ર એ લઘુ હરિભદ્ર ને કોટી કોટી વંદન કરીને જ વિરમું છુ આ મહાપુરુષની શક્તિઓ ના પગે પણ બેસી શકે તેવા મહાપુરુષ એમની પછી આજ સુધીમાં કોઈ થયા જણાતા નથી.
-પ.પૂ ચંદ્રશેખર વિજય મ.સા. (નવપદ ચિંતન )

2 comments: