Thursday 26 March 2015

Raja Aapo Have dada With Lyrics




રજા આપો હવે દાદા અમારી વાત થઇ પૂરી

આ ભક્તિગીતની રચના પછી  અમોને આ ગીત વિષે ઘણું અવનવું જાણવા મળ્યું!! આથી આ ગીત ને મૂળ સ્વરૂપે એના રચયિતા,ગીત ના મૂળ સંગીતકાર,તથા આખું ગીત જે પ્રમાણે છે તે અહીં રજૂ કરીએ છીએ.
આપ સૌ ની માટે આ ગીત ના ઓરીજનલ શબ્દ,સુર,રચયિતા, અને ગીત ની મેઈન લીંક કે જ્યાં આપ આ ગીત મૂળ સ્વરૂપે સાંભળી શકો છો.

ગીત ના મૂળ રચયિતા : પૂ. ગણીવર્ય શ્રીઉદયરત્ન વિજયજી મ.સા.
(પ.પૂ. તપાગચ્છાધીપતી આ.ભ.શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજા ના શિષ્ય
પ.પૂ. ગચ્છાધીપતી આ.ભ.શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા. ના શિષ્ય
આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસુરીશ્વરજી મ.સા. ના શિષ્ય ગણીવર્ય શ્રીઉદયરત્ન વિજયજી મ.સા.)
ડહેલાવાળા.

ગીત ના મૂળ સંગીતકાર : શ્રી જયદીપ સ્વાદિયા (મુંબઈ)

::::::::::::::::::::::મૂળ રૂપે રજા આપો હવે દાદા ભક્તિ ગીત:::::::::::::::::::::

રજા આપો હવે દાદા અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અધુરી વાત છે તોયે આ મુલાકાત થઇ પૂરી... અમારી વાત...

કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા
તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા
તમે આધાર થઇ બેઠા અમે લાચાર થઇ બેઠા
અમારી વાત થઇ પૂરી..... (૧)

તમે સરીતા તણી લહેરો તમે સાગર ઘણો ગહેરો
તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળભીનો ચહેરો
તમારા મુખ ને જોયું...હવે ફરિયાદ થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી...... (૨)

સ્મરણ તારું હંમેશા દે,મરણ ટાણે સમાધિ દે
રહે નિર્લેપતા સુખમાં, અને દુખમાં દિલાસો દે
ફક્ત જો આટલું આપો અમારી માંગણી પૂરી
અમારી વાત થઇ પૂરી..... (3)

"ઉદય" વિનવે છે કર જોડી ફરી આવીશ હું દોડી,
ઝુકાવી આંખ ને અમથી રજા આપો હવે થોડી,
જવાનું મન નથી થાતું,અમારી આજ મજબૂરી
અમારી વાત થઇ પૂરી...... (૪)

દીવાઓ સાવ બુઝ્યા તેલ ખૂટ્યું,રાત થઇ પૂરી,
અમારો કંઠ થાક્યો ગાન થંભ્યું વાત થઇ પૂરી,
અમારી વાત થઇ પૂરી......

તમે મોક્ષે જઈ બેઠા અમે સંસાર લઇ બેઠા...
અમારી વાત થઇ પૂરી......

અધુરી વાત થઇ પૂરી મધૂરી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી......

આપ અમારો ફેસબુક પર પણ સંપર્ક કરી શકો છો :
www.facebook.com/hriday.parivartan


:~: ખાસ નોંધ :~: 

અલગ અલગ પેજો પર અન્ય વેબસાઈટો તેમજ સોસીયલ મીડિયા પર આ જ ગીત જુદા સ્વર અને જુદી જ કડીઓ સાથે મુકાયેલ છે તે તદ્દન અલગ છે અને મૂળ રચનાકાર નું ગીત આ છે જે અહીં આપવામાં આવેલું છે. અહીં આપેલ ગીત ને ઓરીજીનલ જાણવું.


Download Song Here




RAJA AAPO HAVE DADA AMARI VAAT THAI PURI
ADHURI VAAT CHE TOYE AA MULAKAT THAI PURI
AMAARI VAAT THAI PURI

KARYA KAAMAN TAME AEVA AME TARA BANI BETHA,
TAMARI PREET MA GHAYAL AME GHELA BANI BETHA,
TAME AADHAR THAI BETHA AME LAACHAR THAI BETHA,
AMAARI VAAT THAI PURI..... (1)

TAME SARITA TANI LAHERO TAME SAAGAR GHANO GAHERO,
TAMARA SMIT NA PUSHPO ANE ZAKAL BHINO CHAHERO,
TAMARA MUKH NE JOYU...HAVE FARIYAAD THAI PURI
AMAARI VAAT THAI PURI...... (2)

SMARAN TAARU HANMESH DE, MARAN TAANE SAMADHI DE,
RAHE NIRLEPTA SUKH MA , ANE DUKH MA DILASO DE,
FAKT JO AATLU AAPO AMAARI MAANGANI PURI,
AMAARI VAAT THAI PURI..... (3)

"UDAY" VINVE CHE KAR JODI FARI AAVISH HU DODI,
ZUKAVI AANKH NE AMATHI RAJA AAPO HAVVE THODI,
JAVANU MAN NATHI THATU,AMARI AAJ MAJBURI
AMAARI VAAT THAI PURI...... (4)

DIVAO SAAV BUJYA TEL KHUTYU RAAT THAI PURI,
AMAARO KANTH THAKYO GAAN THAMBHYU VAAT THAI PURI,
AMAARI VAAT THAI PURI......

TAME MOKSHE JAI BETHA AME SANSAAR LAI BETHA...
AMAARI VAAT THAI PURI......

ADHURI VAAT THAI PURI MADHURI VAAT THAI PURI
AMAARI VAAT THAI PURI......

:~:

3 comments: