Monday 6 February 2017

To Stop The Loss Of Money (Jainism)

લક્ષ્મી ને જતી રોકવા માટે 




પૂજ્ય પંડિત શ્રી વિર વિજયજી મ.સા. એ "હિતશિક્ષા છત્રીસી"  નામ ના ગ્રંથ માં  શ્રાવક-શ્રાવિકાઓ માટે ની શિખામણ આપેલી છે. જેમાં થી લક્ષ્મી ને જતી રોકવા માટે ની આ શિખામણો નીચે આપેલ છે.


લક્ષ્મી ને જતી રોકવા માટે...


  • ભણવા માં આલસ ના કરવી.
  • લખતી વખતે વાત ચીત ના કરવી.
  • બેનામી અજાણ્યા હવાલા ના કામકાજ વ્યવહારો ના કરવા.
  • હિસાબ કિતાબ સ્પષ્ટ રાખવા એમા આલસ છોડીને તરત જ હિસાબ લખવો.
  • દેવું ના કરવું.
  • કષ્ટ અને ભય વિના ના સ્થાનો માં વસવું. 
  • શ્રીમંતો એ મેલો વેશ કે ફાટેલા કપડા ના પહેરવા મોભા પ્રમાણે અનુદભટ વેશ પહેરવો.
  • પગ થી પગ ઘસી ને ના ધોવા.
  • પાણી માં મોંઢુ ના જોવું. 
  • સ્નાન અને દાતણ વ્યવસ્થિત કરવા. 
  • ખાલી નવરા બેઠા ઘાસ ના તણખલા તોડવા નહીં.
  • જમીન માટીમાં ચિત્રો ,રેખાઓ દોરવા નુ કામ ના કરવું.
  • નિર્વસ્ત્ર સૂવુ નહીં.
  • રાત્રે અરીસા માં મોઢું ના જોવું.
  • ઉઘાડુ મોં રાખીને મોટે થી બગાસુ ખાવું નહીં.
  • સંધ્યા સમયે સૂવુ નહીં. 
  • બે હાથે માથું ખણવુ નહીં.
  • સૂતા સૂતા ખાવું નહીં.
  • બિન જરૂરી ચીજો ઘરમાં ભેગી કરવી નહીં.
  • પગ પછાડવા પગ ઘસીને ચાલવું ઊઁચા આસન પર બેસી પગ લટકતા રાખીને હલાવવા આ બધી ટેવ લક્ષ્મી નો નાશ કરે છે.


પ .પૂ પંડિત શ્રી વીરવિજયજી મ .સા 
હિતશિક્ષા  છત્રીસી

1 comment:

  1. According to me, Mahatma is talking about Gyan Laksmi and NOT Arth(Money) Laxmi. Kindly correct the same. Jainism will never talk Money(Laxmi) as we believe in Karma. Naseeb hase then only arth(money) with stay else it will definitely GO AWAY. According to Jainism if you have money then spend on 7 shetra + 2.

    ReplyDelete