Monday 6 February 2017

Travelling Releted As Per Jainism..


    વિદેશ પ્રવાસ સંબધી 



  • પ્રવાસ કરવા નો હોય ત્યારે યથાયોગ્ય ચિંતા અને હિતશિક્ષા પૂર્વક વાત કરીને પ્રયાણ કરવું. 
  • પૂજ્યો નુ અપમાન કરીને ,પત્ની ને ઠપકો આપીને ,કોઈને માર મારીને કે બાલક ને રડાવી ને નિકલવુ.
  •  જો નજીક ના દિવસો માં વિશેષ પર્વ આવતું હોય તો આરાધી પછી નિકલવુ .
  • તૈયાર થઈ ગયેલા ઉત્સવ ,ભોજન  તથા મંગલ ની ઉપેક્ષા કરીને તેમજ જન્મ મરણ સંબંધી સૂતક પૂરા થયા વિના અને સ્ત્રી ના માસિક વખતે ગમન કરવું નહી .
  • દૂધ પીને ,સ્નાન કરીને ,પત્ની ને મારીને ,ઉલ્ટી કરીને ,થૂંકી ને બીજા કોઈ નો આક્રોશ સાંભળી ને નિકલવુ નહિં. 
  • હજામત કરાવી ને ,આંસુ પાડતા તથા અપશુકન લઇ ને બીજે ગામ પ્રયાણ કરવું નહિં .
  • જ્યારે કોઈ પણ કામ માટે પગ ઉપાડો ત્યારે જે નાડી નો શ્વાસ ચાલતો હોય એ પગ આગલ કરી 
       નિકલતો ઇચ્છિત ને પ્રાપ્ત કરે છે .
  • રોગી ને ,વૃધ્ધ ને ,બ્રાહ્મણ ને ,પ્રજ્ઞાચક્ષુ ને ગાય ને પૂજ્ય પુરુષો ને રાજા ને ગર્ભવતી ને અને 
       ઊંચકી ને ભાર થી નમી પડેલા ને પહેલા માર્ગ આપવો પછી પોતે જવું. 
  • રાંધેલુ કે નહિં રાંધેલુ ધાન્ય ,પૂજા યોગ્ય મંત્ર માંડલુ ,સ્નાન કરેલું કે સ્નાન માટે નુ પાણી ,લોહી અને શબ, થૂંક ,કફ , બલખો,વિષ્ઠા ,સલગતો અગ્નિ ,સાપ ,મનુષ્ય અને શસ્ત્ર આટલા  ને ઓલંગી ને જવું નહિં. 
  • રાત ના વૃક્ષ ના મૂલ નો આશરો કરવો નહિં  ને ઓલંગી ને જવું નહિં .
  • એકલો પ્રવાસ કરે નહી અને દાસ પુરૂષો સાથે પણ પ્રવાસ કરે નહી .
  • મધ્ય રાતે રસ્તે ચાલે નહી .
  • ક્રૂર વ્યક્તિ ,ચાડીયા ઓ કે ખરાબ સાથે વાત ચીતો કે અકાલે ફરવા જવા નુ રાખવું નહી. 
  • ગમે એટલો થાક લાગ્યો હોય તો પણ પાડા ,ગધેડા અને ગાય પર ચડવું નહિં .
  • હાથી થી હજાર હાથ ,ગાડા થી પાંચ હાથ બલદ તથા ઘોડા થી દસ હાથ દૂર રહીને ચાલવું. 
  • ભાથુ લીધા વગર જવું નહિં .
  • મુસાફરી માં દિવસે સૂવુ નહી. 
  • સાથે રહેલા ઓ ના વિશ્વાસ માં રહેવુ નહી .
  • સો કામ આવી પડે તો પણ રાત્રે એકલા જવું નહી. 
  • જીર્ણ ઘસાઇ ગયેલી નૌકા માં બેસવું નહીં .
  • બે ભાઈ હોય સાથે મુસાફરી કરવી નહીં એનુ કારણ અકસ્માત માં આખો વંશ વેલો નાશ પામી જાય નહીં. 
  • જે ટોલા માં બધા જ નેતા હોય બધા જ પોતાને પંડિત માનતા હોય બધા ને જ મહત્વ જોઈતું હોય તો 
       એ ટોલુ માત્ર કષ્ટ જ ભોગવે છે .
  • ફાંસીના સ્થાને જુગાર ના સ્થાને જ્યાં અપમાન થાય એવા સ્થાને જવું નહીં .
  • સ્મશાન માં ,નિર્જન સ્થલે ,ચાર રસ્તા ભેગા થાય ત્યાં ચૌટા માં ખાડા ટેકરા વાલા સ્થાને ઉકરડામાં 
        ખારી ભૂમિ માં પર્વત ની ટોચ પર નદી કે કૂવા ના કિનારા પર રાખ વાલી કે વાલ થી ભરેલી ઠિકરા વાલી અને         અંગારા વાલી જમીન પર રહેવુ નહીં .
  • ખૂબ થાક હોય તો પણ જે સમયે જે કરવા નુ છે તે ચૂકવું નહીં .
  • ઢંગ ધડા વગર નો માણસ પ્રાયઃ અપમાન વગેરે પામે છે તેથી સારા દેખાવા નો આડંબર છોડવો જોઇયે નહીં .
  • પરદેશ માં ઘણા લાંબા કાલ સુધી રહેવું નહીં .
  • કાર્ય ની સિદ્ધિ માટે નવકાર અને ગૌતમ સ્વામી નુ સ્મરણ.  
(અમુક ભાગ દેવ ગુરુ ધર્મ માં વાપરવા નો સંકલ્પ કરવા થી સફળ થવાય છે )

સાભાર : વોટ્સએપ

No comments:

Post a Comment