Wednesday, 11 November 2015

Ashtprakari Puja 2-Chandan Pooja Song & Lyrics

દિવ્ય પૂજા પર્વ અંતર્ગત  શ્રી અષ્ટપ્રકારી પૂજા ગીત
ભાગ - ૨  ચંદન પૂજા



શ્રી અષ્ટપ્રકારી પૂજા ગીત 


(હાલોલ ચાતુર્માસ માહોલ અંતર્ગત થયેલ અનુષ્ઠાન 

"અદભુત પૂજા પર્વ" રૂપે પ્રભુજી ના અષ્ટપ્રકારી પૂજા ના ગીત)


રચના : મુની ઉદયરત્ન વિજય ગણિ






:~: ચંદન પૂજા :~: 

ચંદન થાળ લઇને, મંગલ માળ લઈને,
અમે આવ્યા, પ્રભુજી અમે આવ્યા..

મારી આંગળીઓ કેસરમાં બોળી,
તારી પ્રીતિમાં હૈયું ઝબોળી,
મારી રોજની સવાર, તારી પૂજાનો તહેવાર..
અમે આવ્યા, પ્રભુજી અમે આવ્યા  

મેં તો ચંદન કટોરી ભરી છે,
ભીની ભીની હથેળી કરી છે,
તારી ભક્તિથી હું ન્યાલ,કરું નવ અંગે વ્હાલ..
અમે આવ્યા, પ્રભુજી અમે આવ્યા  

ઓલું સુખડ ને અમે બેઉ સરખા,
તને અડવાના જાગે અભરખા,
એ તો ઓરસીયે ઘસાય,તારા અંગોને સ્પર્શાય...
અમે આવ્યા, પ્રભુજી અમે આવ્યા  

નવ અંગે તિલકનું તો બહાનું,
બાકી ઝંખે "ઉદય" મળવાનું,
મારા હોઠે તારું ગાન, પ્રભુ આપોને વરદાન..
અમે આવ્યા, પ્રભુજી અમે આવ્યા.  

:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:





:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:

SHREE ASHTPRAKARI POOJA GEET 
PART 2 - CHANDAN POOJA
RACHNA MUNI UDAYRATNA VIJAY GANI



:~: CHANDAN POOJA :~: 

CHANDAN THAL LAI NE, MANGAL MAL LAI NE,
AME AAVYA, PRABHUJI AME AAAVYA..

MAARI AANGLIO KESAR MA BOLI,
TAARI PRITI MA HAIYU ZABOLI,
MAARI ROJ NI SAVAR, TAARI POOJA NO TAHEVAR..
AME AAVYA, PRABHUJI AME AAVYA  

MEIN TO CHANDAN KATORI BHARI CHE,
BHINI BHINI HATHELI KARI CHE,
TARI BHAKTI THI HU NYAL,KARU NAV ANGE VHAL..
AME AAVYA, PRABHUJI AME AAVYA  

OLU SUKHAD NE AME BEU SARKHA,
TANE ADVANA JAAGE ABHARKHA,
AE TO ORSIYE GHASAY,TARA ANGO NE SPARSHAY...
AME AAVYA, PRABHUJI AME AAVYA  

NAV ANGE TILAK NU TO BAHANU,
BAAKI ZANKHE "UDAY" MALVAANU,
MAARA HOTHE TARU GAAN, PRABHU AAPO NE VARDAAN..
AME AAVYA, PRABHUJI AME AAVYA.  


:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:





No comments:

Post a Comment