Wednesday 11 November 2015

Chram Tirthadhipati Shrman Bhagwan Mahavir

Charam Tirthadhipati Shrman Bhagwan Shree Mahavir Swami
All About Bhagwan Mahavir`s Life


    
Kevalgyani Samvasaran me Deshna Dete Huye Prabhu Mahavir



                                                   ભગવાન  મહાવીર

જૈન ધર્મમાં ચૌવીશ તીર્થંકર, અને ચૌવીશમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી.તીર્થંકરનો આત્મા જયારે 
પણ માતાના ગર્ભમાં આવે ત્યારે તેમની માતાને ચૌદ સ્વપ્નો આવે. આ ચૌદ સ્વપ્નો ચક્રવર્તીની 
માતા ને પણ આવતા હોય છે, પણ તે સ્પષ્ટ દેખાતા નથી હોતા.

►માતા ત્રિશલાદેવીને આવેલ ચૌદ સ્વપ્નો :-
      1).હાથી                       2).સિંહ                      3).વૃષભ (બળદ)               4).લક્ષ્મી દેવી 
      5).પુષ્પની માળા         6).ચંદ્ર                      7).સુર્ય                               8).ધ્વજ 
      9).પૂર્ણ કળશ             10).પદ્મ સરોવર       11).ક્ષીર સમુદ્ર                   12).દેવવિમાન 
    13).રત્નનો ઢગલો       14).ધુમાડા વિનાનો અગ્નિ 

► ભગવાન ના પાંચ કલ્યાણકો અને સ્થળ :-
     ચ્યવન કલ્યાણક              અષાઢ સુદ છઠ           બ્રાહ્મણ કુંડ ગ્રામ નગર 
     જન્મ કલ્યાણક                 ચૈત્ર સુદ તેરસ            ક્ષત્રીય કુંડ ગ્રામ નગર 
     દીક્ષા કલ્યાણક                 કારતક વદ દસમ       ક્ષત્રીય કુંડ ગ્રામ નગર 
     કેવળ જ્ઞાન કલ્યાણક        વૈશાખ સુદ દસમ        ઋજુવાલિકા નદીના કિનારે, 
     શાલવૃક્ષ નીચે,ગોદોહિકા આસને                    

► ભગવાન ના સંસારી સગા વ્હાલા :-

        માતા - ત્રિશલા દેવી        પિતા - સિદ્ધાર્થ રાજા      માતા - દેવાનંદા         પિતા - ઋષભદત્ત
        મોટો ભાઈ - નંદીવર્ધન    ભાભી - જયેષ્ઠા             બહેન - સુદર્શના          પત્ની - યશોદા 
        પુત્રી - પ્રિયદર્શના            કાકા  - સુપાર્શ્વ               જમાઈ  - જમાલી        પૌત્રી - શેષવતી 
        નાના - કેક                       નાની - યશોમતી           મામા -  ચેતક રાજા     મામી - પૃથારાણી 
        સસરા - સમરવીર           સાસુ - યશોધરા 

Veer Prabhu Ke 27 Bhav


► સમ્યક્ત્વ પામ્યા બાદ ભગવાનના મુખ્ય ભવો - 27
        1). - ગ્રામ મુખી નયસા  - નયસારના ભવમાં પ્રભુ મહાવીરના જીવે ભયંકર અટવી (જંગલ)માં 
   માર્ગ ભૂલેલા-ભૂખ્યા-તરસ્યા -થાકેલા એવા સાધુ ભગવંતોને ભાવોલ્લાસપૂર્વક નિર્દોષ ગોચરી પાણી 
   વપરાવી અને ત્યારબાદ તે સાધુ ભગવંતોને પોતે જાતે જ સાચો રસ્તો બતાવવા સાથે ગયો. 
    આમ સાધુ ભગવંતોની ભક્તિ કરવા દ્વારા નયસારને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ.
      2). - સૌધર્મ દેવલોક(1લો દેવલોક )માં દેવ 
      3). - મરીચી રાજકુમાર  -  પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનના પૌત્ર ચક્રવર્તી ભરત મહારાજાના  
        પુત્ર,ભગવાન ઋષભદેવના શિષ્ય, પરીષહો સહન ના થવાથી વેશમાં ફેરફાર કરી ત્રિદંડીનો વેશ - 
        ભગવા કપડા - છત્ર - પગમાં પાવડી વિગરે ધારણ કર્યા, દીક્ષા જીવનના અગ્યાર અંગોનો 
        અભ્યાસ કર્યો.
     4).  બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવ 
     5).  કૌશિક નામે બ્રાહ્મણ 
     6). પુષ્પ્મિત્ર બ્રાહ્મણ
     7). સૌધર્મ દેવલોક(પહેલો દેવલોક )માં દેવ 
     8). અગ્નિદ્યોત  બ્રાહ્મણ
     9). ઇશાન દેવલોક(બીજો દેવલોક )માં દેવ
    10). અગ્નિભૂતિ  બ્રાહ્મણ
    11). સનતકુમાર દેવલોક(ચોથા દેવલોક )માં દેવ
    12). ભારદ્વાજ બ્રાહ્મણ
    13). મહેંદ્ર દેવલોક(ત્રીજા દેવલોક )માં દેવ
    14). સ્થાવર બ્રાહ્મણ
    15). બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવ 
    16). વિશ્વાભૂતી રાજકુમાર અને સંયમની આરાધના 
    17). મહાશુક્રનામના સાતમા દેવલોકમાં દેવ
    18). ત્રિપુષ્ટ વાસુદેવ 
    19). સાતમી નારક 
    20). સિંહ 
    21). ચોથી નારક 
    22). મનુષ્યભવ અને સંયમ ગ્રહણ 
    23). મહાવિદેહ ક્ષેત્રમાં પ્રીયામિત્ર નામના ચક્રવર્તી અને ચરિત્ર ગ્રહણ 
    24). મહાશુક્રનામના સાતમા દેવલોકમાં દેવ
    25). નંદન રાજકુમાર  -  દીક્ષા લીધા પછી આજીવન માસક્ષમણને પારણે માસક્ષમણ 
    1 લાખ વર્ષ સુધી કર્યો.11,80,645 માસક્ષમણ થયા.  20 સ્થાનક તપ કરી 
     સવિજીવ કરૂં શાસન રસીની ઉત્કૃષ્ટાતી ઉત્કૃષ્ટપણે ભાવનાભાવીને 
      આજ ભાવમાં તીર્થંકરનામ કર્મ બાંધ્યું.
    26). પ્રાણાત નામના દસમા દેવલોક માં દેવ.
    27). શ્રમણ ભગવાન શ્રી મહાવીર  -  
          ગ્રહસ્થ અવસ્થા કાળ            -   29 વર્ષ 7 મહિના 12 દિવસ 
          દીક્ષા બાદ સાધના કાળ       -  12 વર્ષ 5 મહિના 15 દિવસ 
          કેવળજ્ઞાન અવસ્થાનો કાળ  -  29 વર્ષ 2 મહિના 28 દિવસ 12 કલાક
          સંપૂર્ણ આયુષ્ય                    -   71 વર્ષ 3 મહિના 25 દિવસ 12 કલાક 
          ભગવાનનું માતા પિતાએ પાડેલું નામ - વર્ધમાન  
          ભગવાનનું દેવોએ પાડેલું નામ - મહાવીર

► 27 ભવોમાં વિશિષ્ઠ પદવીઓ - 
       • આજ ભારત ક્ષેત્રમાં પહેલા વાસુદેવ ત્રિપુષ્ટ નામે થયા. 
        મહાવિદેહ ક્ષેત્રમાં પ્રીયામિત્ર નામે ચકારવર્તી થયા.
            • 24માં તીર્થંકર મહાવીર થયા. 

ભગવાનના કેવલજ્ઞાન થયા બાદ તેજ દિવસે પહેલી વાર દેશના આપી, 
જેમાં કોઈ પણ જીવને દીક્ષા લેવાનો પરિણામ ના થવાથી ભગવાને દેશના પડતી મૂકી 
આગળ વિહાર કર્યો. બીજે દિવસે દેવોએ બનાવેલ સમવસરણમાં(વૈશાખ સુદ અગિયારસ) 
ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ વિગરે 4411 બ્રાહ્મણોને ભગવાને એક સાથે દીક્ષા આપી અને ચતુર્વિધ 
સંઘની સ્થાપના કરી.
કેવળજ્ઞાન થયા બાદ ઓછામાં ઓછા એક કરોડ દેવો ભગવાનની સેવામાં હાજર હોય છે, 
 વધુ હોય તો અસંખ્ય દેવતાઓ પણ હોય છે.
સર્વાર્થ સિદ્ધ મુર્હુર્તમાં ભગવાન નિર્વાણ પામ્યા.
ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે સ્વાતી નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ પ્રવર્તતો હતો.  
ભગવાન મહાવીરના સાધના કાળ(લગભગ સાડા બાર વર્ષ) દરમ્યાન કરેલ તપ :- 
છ માસી તપ - 1, પાંચ મહિના અને પચ્ચ્ચીસ દિવસ ના ઉપવાસ  - 1, 
ચૌમાસી તપ - 9, ત્રીમાસી તપ - 2, અઢી માસી તપ - 2, બે માસી તપ - 6,
દોઢ માસી તપ - 2, માસક્ષમણ - 72, પ્રતિમા અઠ્ઠમ તપ - 12, છઠ્ઠ તપ - 229, 
ભદ્ર પ્રતિમા - 1, 2 ઉપવાસ મહાભદ્ર પ્રતિમા -1, 

4 ઉપવાસ સર્વતોભદ્ર પ્રતિમા - 1, ઉપવાસ - 10, પારણા - 349.

Veer Prabhu Ke Abhigrah Purti - Chandanbala Dhvara Prabhu Ka Paarna


►વીર પ્રભુએ લીધેલા અભિગ્રહ :-         
  દ્રવ્યથી -  સુપડાના ખૂણામાં રહેલ અડ આપેતો.  
  ક્ષેત્રથી -  એક પગ ઉબરામાં અને એક પગ બહાર રાખીને વહોરાવેતો.
  કાલથી -  ભિક્ષાચારો ભિક્ષા લઈને ગયાં પછીના સમયે મળેતો વહોરવું.
  ભાવથી - રાજકુમારી હોય, દાસીપણા ને પામી હોય,મસ્તક મૂંડાવ્યું હોય,પગમાં બેડી હોય,
  રોતી હોય, અઠ્ઠમ તપ કર્યો હોય,અને સતી સ્ત્રી હોય તો વહોરવું.  
   આ અભિગ્રહ કૌશમ્બી નગરીમાં ૫ મહિના અને ૨૫ દિવસે પૂરો થયો. 

►વીર પ્રભુને આવેલા ઉપસર્ગો :- 
     * જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ - કટપૂત વ્યંતરીનો. 
     * મધ્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ - સંગમદેવ.
     * ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ ઉપસર્ગ - ખરક વૈધ કાનમાં થી ખીલા કાઢ્યા તે. 

 ► દીક્ષા જીવન દરમ્યાન (લગભગ 42 વર્ષ) કરેલા ચાતુર્માસ :- અસ્થિક ગામમાં  - 1, 
ચંપા અને પુષ્ટ નગરીમાં  - 3, વૈશાલી નગરી અને વાણીજ્ય ગ્રામમાં - 12, 
રાજગૃહી નગરીના નાલંદા નામના પાડામાં - 14, મીથીલા નગરીમાં  - 6, 
ભદ્રિકામાં - 2, આલંભિકામાં - 1, શ્રાવસ્તી નગરીમાં  - 1, અનાર્યભુમીમાં - 1, 
પાપાપુરી(પાવાપુરી) - 1(છેલ્લું ચોમાસું ).

વીરપ્રભુને થયેલા ઉપસર્ગ (ઉમર-ત્રીસ થી બેતાલીસ વરસ છ મહિના સમયમાં).  
   
Sangam Dev Dhvara Prabhu Par Kiye Bhyankar Upsarg
          ઉપસર્ગ કરનાર         ગામ                   ઉપસર્ગ  
   
1  ગોવાળિયો             કુમાર              બળદ ન દેખતાં મારવા દોડ્યો.  
2 પુષ્પ સામુદ્રિક          ગંગાનદી        શાસ્ત્રખોટા છે ખેદ કરવા સ્વરૂપ.  
3 શુલપાણી યક્ષ અસ્તિક            ઉપસર્ગ કર્યા, ભગવાન ને દસ સ્વપ્ન.  
4 ચંડકૌશિક               શ્વેતામ્બિ           ભગવાનને ડંશ મારીને.  
5 સંદુષ્ટદેવ               સુરભિપુર          ગંગાનદી માં નાવ ડૂબાડવારૂપ.  
6 હરિદ્રવ્રુક્ષ                હરિદ્ર               પ્રવાસીધ્વારા અગ્નિ પ્રગટાવવારૂપ.  
7 ચોર                       પૂર્ણકળશ          તલવાર ખેચવા સ્વરૂપ.  
8 લુહાર           વૈશાલી            પોતાના હથિયાર ધ્વારા.  
9 કટપૂતના વ્યંતરી શાલિશીર્ષ     શીતજલ છંટકાવ.  
10 શાલાય વ્યંતરી ભદ્રશાલ             શાલવન ઉદ્યાનમાં-ઉપસર્ગ / ક્ષમા / મહિમા.  
11 મલેચ્છો                વજ્રભૂમિ             અજ્ઞાની લોકો ધ્વારા.  
12 સંગમદેવ              દ્રઢભૂમિ             એક રાતમાં વીસ ઉપસર્ગ.  
13 ગોવાળિયો             ષણ્માની            કાનમાં ખીલા ઠોકી.  
14 ખરકવૈધ                 અપાપાપૂરી       કાનમાંથી ખીલા કાઢવા રૂપ.
15 ગોશાલો                  શ્રાવસ્તી          તેજોલેશ્યા છોડીને.

ભગવાનના સમકાલીન જીવો જે ભાવિમાં તીર્થંકર પદવી પામવાના છે :- 
ભગવાનના કાકા - સુપાર્શ્વ, સત્યકી, ઉદાયિ રાજા,મગધપતિ શ્રેણિક મહારાજા, 
અબંડ પરિવ્રાજક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા.

દૈહિક વર્ણન :- 
     વર્ણ  - તપેલા સુવર્ણ જેવો
     લાંછન  - સિંહ 
     સંઘયણ (શરીરનો બાંધો ) - વજ્રઋષભનારાચ સંઘયણ
     લોહી  - ગાયના દૂધજેવું સફેદ
     ઉંચાઈ - સાત હાથ 
    ભગવાનનું શરીર 1008 ઉત્તમ લક્ષણોથી યુક્ત હતું.

ભગવાન મહાવીરે દીક્ષા લેતા પહેલાના 1 વર્ષમાં 3,88,80,00,000 સોનૈયાનું દાન આપ્યું હતું.


Dhrama Tirth Ki Sthapna - Gandhar Bhagwanto Ko Tripadi ka Daan


ગણધરો  :-

નામ
ગોત્ર
ગામ
માતા
પિતા
આયુષ્ય
શિષ્ય
ઇન્દ્રભૂતિ
ગૌતમ
ગોબરગામ
પૃથ્વી
વસુભૂતિ
૯૨ વર્ષ
૫૦૦
અગ્નિભૂત
ગૌતમ
ગોબરગામ
પૃથ્વી
વસુભૂતિ
૭૪ વર્ષ
૫૦૦
વાયુભૂતિ
ગૌતમ
ગોબરગામ
પૃથ્વી
વસુભૂતિ
૭૦ વર્ષ
૫૦૦
વ્યક્તજી
ભારધ્વાજ
કુલ્લભાગ
વારૂણી
ધર્મમિત્ર
૮૦ વર્ષ
૫૦૦
સુધર્માજી
અગ્નિવેશ્મ
કુલ્લભાગ
ભદ્દિલા
ધમ્મિલ
૧૦૦ વર્ષ
૫૦૦
મંડિતજી
વશિષ્ઠ
કુલ્લભાગ
વિજયદેવી
ધનદેવ
૮૩વર્ષ
૩૫૦
મૌર્યપુત્ર               
કાશ્યપ
મૌર્યગામ
વિજયદેવી
મૌર્ય
૯૫ વર્ષ
૩૫૦
અંકપીત
ગૌતમ
મિથિલા
જયંતિ
દેવ
૭૮ વર્ષ
૩૦૦
અચલભ્રાતા
હારિત
કૌશલ
નંદા
વસુ
૭૨ વર્ષ
૩૦૦
મેતાર્ય
કૌડીન્ય
વચ્છપૂરી
વરુણદેવી
દત્ત
૬૬ વર્ષ
૩૦૦
પ્રભાસ
કૌડીન્ય
રાજગૃહી
અતિભદ્રા
બલ
૪૦ વર્ષ
૩૦૦
  
ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ કક્ષાના સાધુઓ 14,000 અને ઉત્કૃષ્ટ કક્ષાની સાધ્વીઓ 36,000 હતી.
ભગવાનના શ્રાવકો 1 લાખ 59 હજાર અને શ્રાવિકાઓ 3 લાખ 19 હજાર હતી.
314 પૂર્વધર સાધુ ભગવંતો, 1300 અવધિ જ્ઞાનીઓ, 700 કેવળજ્ઞાનીઓ, 
1400 કેવળજ્ઞાની સાધ્વીઓ, 700 વૈકીય લબ્ધિ વાળા સાધ્વીઓ, 
500 વિપુલમતિવાળા મનપર્યવ જ્ઞાની સાધુઓ, 400 વાદ કરવામાં નિપુણ સાધુઓ, 
800 અનુત્તર વિમાનમાં(પછીના ભવે મનુષ્ય જન્મ લઈને મોક્ષ માં જનારા) ઉત્પન્ન થનારા સાધુઓ હતા.
50,000કેવળજ્ઞાનીઓના ગુરુ ગૌતમસ્વામીજી ભગવનના પ્રથમ શિષ્ય હતા.
સમ્યક્ત્વ પામ્યા બાદ લગભગ એક કોટા કોટિ સાગરોપમ જેટલો કાળ અને અસંખ્ય ભવો ભમ્યા બાદ  
     ભગવાનનો આત્મા મોક્ષપુરીમાં ગયો.
ભગવાને બે પ્રકારનો ધર્મ પ્રવર્તાવ્યો :- સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ.
ભગવાને પોતાની પાટ સુધાર્માંસ્વમીજીને - ગૌતમસ્વામીજી કરતા આયુષ્ય વધુ હોવાને કારણે સોંપી 
     હતી.સુધાર્માં સ્વામીએ તેમની પાટ જંબુસ્વામીને સોંપી.જંબુ સ્વામીએ તેમને પાટ પ્રભવસ્વામીને સોંપી, 
તે પછી અનુક્રમે સ્વયંભવસૂરી, યશોભદ્રસૂરી, ભદ્રબાહુસ્વામી અને સંભૂતિ મુનિ(એમ બંને ), સ્થુલભદ્ર મુનિ, 
આર્ય સુહસ્તી મહારાજા,વજ્રસ્વામી, વજ્રસેનસૂરી ભગવાનની પાટે આવ્યા.વજ્રસેનસૂરી પછી તેમની શિષ્ય 
પરંપરા આગળ વધતા આર્ય કેશિ ગણિ ક્ષમાશ્રમણ થયા.ત્યારબાદ સ્થીરગુપ્ત ક્ષમાશ્રમણ અને 
ત્યારબાદ "કુમાર ધર્મ" ક્ષમા શ્રમણ થયા. અને છેલ્લે દેવદ્ધી ગણી ક્ષમાશ્રમણ થયા, 
જેમણે કલ્પસુત્રને ગ્રંથારૂદ્ધ કર્યું.


      

♣ વીર પ્રભુના શાસનના છ શ્રુત કેવળી....
  નામ
આયુષ્ય
ગોત્ર
વિશેષ માહિતી
શ્રી પ્રભવસ્વામી
૧૦૫
કત્યાયાન
ત્રીજા પટ્ટઘર
શ્રી સ્વયંભવસૂર
૮૫
વસ્સ
ચોથા પટ્ટઘર દસ વૈકાલિક સૂત્રરચયિતા
શ્રી યશોભદ્રસૂરિ
૮૬
લુંન્ગિકાયન
-
શ્રી આર્યસંભૂત
-
વિજય - મધર
૧૨ શિષ્ય સંપ્રદાય
શ્રી સ્થવિરભદ્રબાહુ
૭૬
પ્રાચીન
ઉવસગ્ગહરં રચયિતા
શ્રી સ્થુલભદ્રસૂરિજી
૯૯
ગૌતમ
૮૪ ચોવીસી સુધી નામ અમર રહેશે.

♣ પ્રભુમહાવીરના સમયના નવ નિન્હવ :- 

(1) જમાલી (2)  તિષ્યગુપ્ત
(3) અષાઢાચાર્ય,(4) અશ્વમિત્રાચાર્ય,
 (5) ગંગાચાર્ય (6) રોહગુપ્ત,
(7) ગોષ્ઠામાહીલ, (8) શિવભૂતિ,
(9) લૂંકા મતિ

♣ પ્રભુ મહાવીરના દસ શ્રાવકો :-
 (1) આનંદ (2) કામદેવ
 (3) ચૂલણીપિતા (4) સુરાદેવ
 (5) ચુલ્લગશતક  (6) ફુંડકોલિક
 (7) સદ્દાલપુત્ર (8) મહાશતક
(9) નંદની પ્રિય (10) તેતલીપિતા

♣પ્રભુ મહાવીરના નિર્વાણ સમય પર પુણ્યપાલ રાજાના સ્વપ્ન અને ફળ:-
હાથી
પંચમ કાળમાં ક્ષણિક સુખ માટે મહા દુઃખમય સંસાર નહિ છોડે
વાંદરી
ધર્માચાર્યો ચંચળ પરિણામી થશે.
ક્ષીરવૃક્ષ
શ્રાવકો અન્ય દર્શનીને વશ થઇ જશે.
કાકપક્ષી
ગચ્છની વ્યવસ્થા તૂટી જશે.
સિંહ
અન્યધર્મી કરતાં સ્વધર્મીઓ  જિનધર્મ ની હેલના કરશે.
કમળ
ધર્મીજનો પણ દુર્જનો ની સોબત થી ભ્રષ્ટ થશે.
બીજ
પાત્રાપાત્ર નો વિચાર કર્યાં વિના ધર્મનું શ્રાવણ કરાવશેતેથી પરિણામ સારું નહિ આવે.
કુંભ
ક્ષમાદિ ગુણયુક્ત સાધુ થોડા હશે.

♣ પ્રભુને શૂલપાણી યક્ષના મંદિરમાં આવેલ દસ સ્વપ્ન અને ફળ:-
  1. તાલ પિશાચનો ઘાત કાર્યો   -    પ્રભુ મોહનીય કર્મ નો ઘાત કરશો.
  2. સેવા કરતું સફેદ પક્ષી         -     શુક્લ ધ્યાન માં આરૂઢ થશો.
  3. કોયલ પક્ષી નું ગીત            -      દ્વાદશાંગી ની પ્રરૂપણા પામશો.
  4. સેવા કરતો ગાયોનો સમૂહ   -     ચતુર્વિધ શ્રી શાંઘ ની સ્થાપના કરશો.
  5. મહા સાગર પર ઉતર્યા        -      ભવ ભ્રમણ નો અંત કરશો.
  6. ઉગતો સૂર્ય                         -       કેવળ જ્ઞાન દર્શન ની પ્રાપ્તિ થશે.
  7. આંતરડા વડે માનુષોત્તર પર્વતને વીંટ ળાઈ ગયાં ત્રણ ભુવનમાં આપણી કીર્તિ ફેલાશે.
  8. મેરૂપર્વત ઉપર આરોહણ       -      સમવસરણ માં બેસી દેશના આપશો.
  9. દેવો ધ્વારા સેવાતું પદ્મ સરોવર  - ચાર નિકાય ના દેવો સેવા કરશે.
  10. પુષ્પ ની બે માળા                  -      સર્વ વિરતિ અને દેશ વિરતિ ધર્મની પ્રરૂપણા કરશો. 

♣ પ્રભુનો ચતુર્વિધ સંઘ:-

  સાધુ       -  ૧૪૦૦૦,  સાધ્વી    - ૩૬૦૦૦   
  શ્રાવક     - ૧૫૯૦૦૦,  શ્રાવિકા   - ૩૧૮૦૦૦   
  ગણધર    - ૧૧,          ચૌદપૂર્વઘર     - ૩૦૦   
  કેવળજ્ઞાની  - ૭૦૦      મન;પર્યવજ્ઞાની - ૫૦૦   
  અવધીજ્ઞાની -૧૩૦૦ વાદલબ્ધિ       - ૪૦૦   
  વૈક્રિયલબ્ધિ  - ૭૦૦     અનુત્તરવાસી    - ૮૦૦

♣ પ્રભુ મહાવીરના ઉપાસક રાજા :-
 ક્રમ
નામ
સ્થાન 
અંતે અવસ્થા 
1
કનકધ્વજ 
તેતલીપુર 
            -
2
કરકંડુ 
કાંચનપુર 
પ્રત્યેકબુદ્ધ 
3
કોણિક -શ્રેણિકરાજા
મગધ 
શ્રમણોપાસક 
4
અદીનશત્રુ 
હસ્તિશીર્ષ 
શ્રમણોપાસક 
5
અપ્રતિહત 
સૌગન્ધિકા 
શ્રમણોપાસક 
6
અર્જુન 
સુઘોષ 
શ્રમણોપાસક 
7
અલક્ખ
વણારસી-કાશી 
સંયમગ્રહણ 
8
ઉદયન 
કૌશામ્બી 
શ્રમણોપાસક 
9
ઉદ્રાયણ 
સિંધુ-સૌવીર 
સંયમગ્રહણ 
10
ગાગલી
પૃષ્ઠ-ચંપા 
સંયમગ્રહણ 
11
ચંડપ્રદ્યોત
ઉજ્જૈની 
શ્રમણોપાસક 
12
ચેટક 
વૈશાલી 
શ્રમણોપાસક 
13
જિતશત્રુ 
નવનગરો 
શ્રમણોપાસક 
14
દત્ત 
ચંપાનગરી 
શ્રમણોપાસક 
15
દધિવાહન
ચમ્પાપુરી 
સંયમગ્રહણ 
16
દશાર્ણભદ્ર 
દશાર્ણપુર 
સંયમગ્રહણ 
17
દ્વિમુખ 
કામ્પિલ્યપુર 
પ્રત્યેકબુદ્ધ 
18
ધનાવહ 
ઋષભપુર 
શ્રમણોપાસક 
19
નમિ-રાજર્ષિ 
મિથિલા 
પ્રત્યેકબુદ્ધ 
20
નગ્ગતિ
          -
પ્રત્યેકબુદ્ધ 
21
નંદિવર્ધન
ક્ષત્રિયકુંડ 
શ્રમણોપાસક 
22
પુણ્યપાલ 
         -
શ્રમણોપાસક 
23
પ્રદેશી 
સેતમ્બિકા
શ્રમણોપાસક 
24
પ્રસન્નચંદ્ર 
પોતનપુર 
સંયમગ્રહણ 
25
પ્રિયચંદ્ર 
કનકપુર 
શ્રમણોપાસક 
26
બલ 
મહાપુર 
શ્રમણોપાસક 
27
મહાચંદ્ર
સારંજણી 
શ્રમણોપાસક 
28
મહાબલ
પુરિમતાલ 
શ્રમણોપાસક 
29
મિત્ર 
વાણિજ્યગ્રામ 
શ્રમણોપાસક 
30
મિત્રનન્દી 
સાકેતપુર 
શ્રમણોપાસક 
31
વાસવદત્ત
વિજયપુર 
શ્રમણોપાસક 
32
વિજય 
પોલાસપુર 
શ્રમણોપાસક 
33
વિજય 
મૃગાગ્રામ 
શ્રમણોપાસક 
34
વિજયમિત્ર
વર્ધમાનપુર 
શ્રમણોપાસક 
35
વીરકૃષ્ણમિત્ર 
વીરપુર 
સંયમગ્રહણ 


(૧) મહાવીરપ્રભુ ઉપદેશમાં ગૌતમ સ્વામીને "સમયં ગોયમમાં પમાય એ" એમ વારંવાર કહેતાં.
(૨) વીર પ્રભુ મહાવીરનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે.
(૩) વીર પ્રભુના ૧૪૦૦૦ સાધુઓમાં ધન્નાઅણગાર ઉત્કૃષ્ટ તપસ્વી હતા.
(૪) ભગવાન શ્રી મહાવીરપ્રભુએ નિર્વાણ સમયે શ્રી ગૌતમસ્વામી ને દેવશર્મા નામના
બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા હતા.
(૫) શ્રી ગૌતમસ્વામી એ અક્ષીણમહાનસ લબ્ધિ વડે ૧૫૦૦ તાપસને ખીરથી પારણું કરાવ્યું હતું.

સાભાર : જિન ભક્તિ / જૈન દર્શન 

Shrman Bhagwan Mahavir  Jeevan Charitra

Prabhu Ka Janma
Prabhu Ke Paanch Kalyanak
Prabhu Ke Sansari Swajan
Prabhu Ke 27 Bhav
Prabhu Ki Abhigrah Purti
Prabhu Ko Pratham Paarna
Chandanbala Dhvara
Prabhu Ke Jeevan me Aaye Upsarg
Prabhu Ke Deh Ka Varnan
Prabhu Ke 11 Gandhar
Prabhu Shasan Ke Shrutkevali
Prabhu Shasan Ke nav Ninhav
Prabhu Mahavir Ke Das Shravak
Punyapaal Raja Ke Swpana
Prabhu Ka Chaturvidh Sangh
Prabhu Ke Upasak Raja
All Life Details About Bhagwan Mahavir




No comments:

Post a Comment