જય જય ત્રિશલા નંદન...!
ચૈત્ર સુદ - ૧૩
પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
રચના : મુની ઉદયરત્ન વિજય ગણિ
સ્વર : શ્રી સચિન લીમયે
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
જય જય ત્રિશલા નંદન...!
સિદ્ધારથના રાજકુંવરનું અમે લીધું આલંબન,
જય જય ત્રિશલા નંદન...
જય જય ત્રિશલા નંદન!
ગુલાબ જળથી સ્નાન કરાવું,ચંદન લેપ લગાવું,
શીતલ શીતલ શાતા દેવા,કોમલ ફૂલ બિછાવું,
તમે અમારા લાડકવાયા, વ્હાલ કરું કે વંદન?
જય જય ત્રિશલા નંદન.. જય જય ત્રિશલા નંદન..
લાડ કરૂ તો નાના લાગો,નમન કરું તો મોટા,
કરુણાજય નો તમે સમંદર,અમે છીએ પરપોટા,
કેસર ઘોળી ચરણ પુજ્યું છે,આંખે આંજ્યું અંજન,
જય જય ત્રિશલા નંદન... જય ત્રિશલા નંદન...
પાંપણ વચ્ચે છબી તમારી,ધબકારામાં આપ,
પરોઢે તારું સ્મરણ કરૂ ને,રાતે તું જ ભીરામ..
ઉદય રતનની આશા પૂરો,હે પર દુ:ખ ભંજન,
જય જય ત્રિશલા નંદન...જય જય ત્રિશલા નંદન...
સિદ્ધારથના રાજકુંવરનું અમે લીધું આલંબન,
જય જય ત્રિશલા નંદન...
જય જય ત્રિશલા નંદન!
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
આ ગીતને સંપૂર્ણ સાંભળવા માટે નીચે વિડીઓ પર ક્લિક કરો:
No comments:
Post a Comment