Friday 20 June 2014

Chhaturmas Nagar Pravesh


જૈનાચાર્યનો સુરતમાં ચાતુર્માસ પ્રવેશ
પ.પૂ. આચાર્ય શ્રી રામસુરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)ના સમુદાયના
તેજસ્વી આચાર્ય ભગવંત શ્રી રત્નચન્દ્રસુરીશ્વરજી મ.સા. બરાબર ત્રણ વર્ષ બાદ
ચાતુર્માસ નિર્ગમન માટે સુરત મુકામે પધારી રહ્યા છે.
ગત વર્ષે પાલીતાણા તીર્થ મુકામે ભવ્ય ચાતુર્માસ કરીને આ વરસે સુરત
અઠવાલાઈન્સ જૈન સંઘમાં પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે પધારી રહ્યા છે.
એ નિમિતે સુરતમાં નગર પ્રવેશ તા.૨૨-૬-૨૦૧૪ કતારગામ જૈન સંઘમાં
થશે. રવિવારના રોજ કતારગામમાં સામૈયું અને ત્યારબાદ નીતિસૂરી
આરાધના ભવનમાં ધર્મસભા પ્રવચન ગોઠવાશે. ત્યારબાદ સુરતના વિવિધ
સંઘોમાં પધરામણી કરી અષાઢી બીજ તા.૨૯-૬-૨૦૧૪નાં રવિવારના રોજ
શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘમાં ભવ્યાતી ભવ્ય ચાતુર્માસનો પ્રવેશ કરશે.
આ ચાતુર્માસને ભવ્યતમ બનાવવા શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘના ટ્રસ્ટીગણ
તેમજ કાર્યકર્તા પ્રયાસ કરી રહ્યા છે, ચાતુર્માસ દરમ્યાન દૈનિક પ્રવચનો,
સ્ટેજ પ્રોગ્રામ, યુવા શિબિરો, વિવિધ વિષયના સેમીનાર જેવા અનેક
આયોજનો ગોઠવવામાં આવ્યા છે.
અષાઢી બીજના દિવસે દીપમંગલ સોસાયટીથી સવારે ૮.૦૦ કલાકે
સામૈયાનો પ્રારંભ થશે અને ૯.૩૦ કલાકે શ્રી અઠવાલાઈન્સ - લાલ બંગલા
જૈન સંઘ શ્રી ફૂલચંદ કલ્યાણચંદ પૌષધશાળામાં સામૈયું વિરામ પામ્યા બાદ
મંગલ પ્રવચન તેમજ શ્રી સકલસંઘનું સ્વામી વાત્સલ્ય થશે.

No comments:

Post a Comment