Wednesday, 11 November 2015

Ashtprakari Puja 3 - Pushp Pooja Song & Lyrics



દિવ્ય પૂજા પર્વ અંતર્ગત  શ્રી અષ્ટપ્રકારી પૂજા ગીત
ભાગ - ૩ પુષ્પ (ફૂલ) પૂજા



શ્રી અષ્ટપ્રકારી પૂજા ગીત 

(હાલોલ ચાતુર્માસ માહોલ અંતર્ગત થયેલ અનુષ્ઠાન 

"અદભુત પૂજા પર્વ" રૂપે પ્રભુજી ના અષ્ટપ્રકારી પૂજા ના ગીત)

રચના : મુની ઉદયરત્ન વિજય ગણિ


                         


:~: ફૂલ પૂજા :~: 

મારા હોઠે ને હૈયે ઉગે છે સ્તવન...
તારી ફૂલોની પૂજા થી મહેંકે આ મન.
તને જોવા ફૂલોએ ઉઘાડ્યા નયન.
તારી ફૂલોની પૂજાથી મહેંકે આ મન.

તારા શ્વાસે ફૂલો, આસપાસે ફૂલો,
સારી દેવોની દુનિયા વરસાવે ફૂલો,
તું વિચરે ત્યાં વિકશે ગુલાબી જીવન..  તારી ફૂલોની 

કોઈ મઘમઘતા ફૂલોની આંગી રચે,
વનરાજી ફૂલોથી રંગોળી રચે,
તને અડકીને થતો સુવાસી પવન... તારી ફૂલોની 

ઓલા ભમરાઓ રઢિયાળુ રણઝણ કરે,
મને લાગે ફૂલો તારું સુમિરન કરે,
તારી સ્તવનાથી ખીલે છે "ઉદયરતન"


:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:

SHREE ASHTPRAKARI POOJA GEET 
PART 3 - PUSHP (FUL) POOJA
RACHNA MUNI UDAYRATNA VIJAY GANI


MARA HOTHE NE HAIYE UGE CHE STAVAN,
TARI PHOOLO NI POOJA THI MAHENKE AA MAN,
TANE JOVA PHOOLO AE UGHADYA NAYAN,
TARI PHOOLO NI POOJA THI MAHENKE AA MAN,

TARA SWASE PHOOLO, AASPASE PHOOLO,
SAARI DEVO NI DUNIYA VARSAVE PHOOLO,
TU VICHRE TYA VIKSE GULABI JEEVAN.... 
TARI PHOOLO NI PUJA THI MAHENKE AA MAN

KOI MAGH MAGHTA PHOOLO NI AANGI RACHE,
VANRAJI PHOOLO THI RANGOLI RACHE,
TANE ADAKI NE THATO SUVASI PAVAN,
TAARI PHOOLO NI PUJA THI MAHENKE AA MAN..

OLA BHAMRAO RADHIYALU RANZAN KARE,
MANE LAAAGE PHOOLO TARU SUMIRAN KARE,
TAARI STVANA THI KHILE CHE "UDAY RATAN"
TARI PHOOLO NI PUJA THI MAHENKE AA MAN


:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:



No comments:

Post a Comment