જે માર્ગ પર આરૂઢ થઇ,તીર્થંકરો પણ ચાલતા,
જે માર્ગને સુરલોકના, દેવો સદાયે ઝંખતા,
જે માર્ગને ગ્રહીને અનંતા, જીવ સિદ્ધિ પામતા,
એ પરમ સંયમ ધર્મને,હોજો સદા મુજ વંદના,
અમદાવાદ શહેરમાં હાર્દ સમા સતત વાહનોથી ઘેરાયેલા રહેતા,
સૂર્ય દેવતાના ખરા તાપથી તપી ગયેલા રાજમાર્ગો પર પણ,
માત્ર અને માત્ર પ્રભુની આજ્ઞાને અનુસરી અડવાણે પાયે (ખુલ્લા પગે)
વિહાર કરતા આપણા શાસનના સાધ્વીજી ભગવંતો!!
સમગ્ર વિશ્વમાં જૈનેતરો જો જૈન ધર્મ તેમજ જૈન લોકોને અહો-ભાવથી જોતા હોય
તો તેનું એક અને એક માત્ર કારણ આપણા સાધુઓના આચાર છે!
શ્રમણ/શ્રમણી ભગવંતો પ્રત્યે હંમેશા આદર ભાવ રાખશો....
તેમજ આપના સંઘ/વિસ્તારમાં જે કોઈ પણ સાધુ/સાધ્વીજી પધાર્યા હોય
તેમને વિહારમાં આગળના પડાવ સુધી વળાવી વિહાર સેવાતો જરૂર કરશો જ!
જય જિન શાસન!
Like Us : www.facebook.com/hriday.parivartan
No comments:
Post a Comment