Tirthadhiraj Shree Shetrunjay Mahatirth |
શાસ્ત્રોમાં લખ્યું છે -
૧ હજા૨ જીભથી કેવલી ભગવંત પણ ગિરિરાજનો મહિમા વર્ણન કરે તો પણ મહિમા પા૨ ન આવે.
કાંકરે કાંકરે અનંતા સિધ્યા
આ સિધ્ધગિરિ ઉપર
શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ ની સાથે ચૈત્ર સુદ ૧૫ ને દિવસે
શ્રી દ્રાવિડ અને વારિખિલ્લજી ૧૦ ક્રોડ સાથે કારતક સુદ ૧૫ ને દિવસે
શ્રી શાંબ અને પ્રધુમ્ન મુનીઓ ૮.૫૦ ક્રોડ સાથે ફાગણ સુદ ૧૩ ને દિવસે ( છ ગાઉ યાત્રા )
પાંચ પાંડવો ૨૦ ક્રોડ મુનીઓ સાથે આસો સુદ ૧૫ ને દિવસે
નમિ અને વિનમિ ૨ ક્રોડ મુનીઓ સાથે ફાગણ સુદ ૧૦ ને દિવસે
નારદજી ૯૧ લાખ સાથે
રામ અને ભરત ૩ ક્રોડ સાથે
સોમયશા ૧૩ ક્રોડ સાથે
વસુદેવ ની પત્ની ૩૫ હજાર સાથે
શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ મુનિઓ
ભરતમુનિ ૫ ક્રોડ સાથે
અજિતસેન મુનિ ૧૭ ક્રોડ સાથે
શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર સુદ ૧૫ ના
શ્રી સારમુનિ ૧ ક્રોડ સાથે
શ્રી દમિતારી ૧૪ હજાર સાથે
છઠ્ઠેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જત્ત્તાઈં
જો કુણઈ સેત્તું જે , તઈયભવે લહઈ સો મુક્ખં
પાણી વિનાનો ચૌવીહાર છઠ્ઠ કરી જે પ્રાણી શત્રુંજય ની સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મોક્ષ પામે છે.
શત્રુંજય ઉપર જે મનુષ્ય છત્ર , ધજા , પતાકા , ચામર ને કળશ મુકે તે દાન થી તે વિદ્યાધર થાય છે, અને રથ કરાવી ને મુકે તો ચક્રવતી પદ પામેછે.
આજે પણ જે મનુષ્ય ભાત-પાણી નો ત્યાગ કરી શત્રુંજય ઉપર અણસણ કરે તે અનાચારી હોય તો પણ સુખ પૂર્વક સ્વર્ગ માં જાય છે.
જે પુણ્ય અન્ય તીર્થે કરોડ મનુષ્યો ને ઈચ્છિત જમણ થી થાય તે શત્રુંજય માં એક ઉપવાસ કરવાથી થાય છે.
જે શત્રુંજય ગીરી પર પ્રતિમા ભરાવે કે જિન મંદિર કરાવે તે પુરા ભરત ક્ષેત્ર ને ( ચક્રવતી પણે ) ભોગવી ઉપસર્ગ રહિત એવા સ્વર્ગ કે મોક્ષ માં વસે છે.
*********************************************************************************
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર.
સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર;
મનુષ્ય જન્મ પામી કરી, એનો એળે ગયો અવતાર.
શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોશ;
દેવ યુગાદી પૂજીએ, આણી મન સંતોષ.
એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ;
ઋષભ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ.
શેત્રુંજા સમો તીરથ નહીં, ઋષભ સમો નહીં દેવ;
ગૌતમ સરીખા ગુરૂ નહીં, વળી વળી વંદું તેહ.
જગમાં તીરથ દો વડા, શેત્રુંજય ગિરનાર;
એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમ કુમાર.
સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર ક્રોડ અનંત,
આગે અનંતા સીદ્ધશે, પૂજો ભવિ ભગવંત.
શત્રુંજય ગિરિ-મંડણો, મરૂદેવાનો નંદ;
યુગલા ધર્મ નિવારણો, નામો યુગાદી જિણંદ.
તન-મન-ધન-સુત વલ્લભા; સ્વર્ગાદી સુખ ભોગ;
વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંયોગ.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~~:~:~:
Shatrunjay Mahatamya - શત્રુંજ્ય મહાત્મ્ય
Shatrunjay Mahatamya - શત્રુંજ્ય મહાત્મ્ય
No comments:
Post a Comment