Thursday 2 February 2017

Shree Kastha Muni 5th Influencer In Jain History


જૈન શાસનના પંચમ તપસ્વી પ્રભાવક શ્રી કાષ્ઠ મુની


પુસ્તક : તે કાળે તે સમયે...(આઠ પ્રભાવકોની આત્મ કથા)
લેખક : મુનિ રાજદર્શન વિજયજી મ.સા.
પ્રકાશક : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ

જૈન શાસનમાં થઈ ગયેલ પ્રભાવક પુરુષોની વાતો કરી છે,  પ્રભાવક પુરુષો પણ આઠ છે.
સમકિતની ૬૭ બોલની સજઝાયમાં કહ્યું છે : ‘‘આઠ પ્રભાવક પ્રવચનનાં કહ્યા’’ 
એવાં આ આઠ પ્રભાવક પુરુષોના જીવનને દર્શાવતી અહિં આઠ કથા આત્મકથાના 
સ્વરૂપે લખી છે. ઘણાં બધા પ્રભાવક પુરુષોના જીવન-કવનને આપણે જાણીએ છીએ 
પણ કયા પ્રભાવક પુરુષો આઠ પ્રભાવકમાં આવે છે તેનો આપણને ખ્યાલ નથી.  
અથવા અલ્પ ખ્યાલ છે. તેથી અહીં આપણે જોઈશું જૈન શાસનના આઠ પ્રભાવક પૈકી


શ્રી કાષ્ઠમુની જૈન શાસન માં થયેલ પંચમ પ્રભાવક 

પંચમ તપસ્વી પ્રભાવક શ્રી કાષ્ઠ મુની ચરિત્ર


૫ તપસ્વી-પ્રભાવક શ્રી કાષ્ઠમુનિ

હું અવિરતિધર હતો, ત્યારે મારે દુર્ભાગ્ય નામ કર્મનો અને અપયશ નામ કર્મનો ઉદય હતો. 
મને કયાંય યશ જ નહોતો મળતો. ડગલે ને પગલે મને અશુભ કર્મો નડતર રૂપ બનતા. 
પણ જયારે મેં સર્વવિરતિમય ચારિત્ર સ્વીકાર્યુ અને આગળ જતા તપસ્વી પ્રભાવક તરીકેની ખ્યાતિ મળી, ત્યારે મને અપયશ નામ કર્મ કે બીજા કોઈ અશુભ કર્મો ન નડ્‌યા.

મારે જન્મથી આરંભીને જીવન-યાત્રા કહેવી છે . 
હું એક શ્રેષ્ઠી હતો. કાષ્ઠ મારું નામ. મારી પત્ની વજ્રા. દેવપ્રિય મારો પુત્ર. લગ્ન કરીને હું ખૂબ પસ્તાયો
મારી સ્ત્રી કુલટા નીકળીપણ મને તો તે પોતાના કુલટાપણાની ખબર જ ન પડવા દેતી
આ બધી વાત મને મારા પ્રિય પક્ષી પોપટે કરી. હું ખૂબ શોખીન હતો
એમાં પણ પક્ષીઓ પાળવાનો મને ખૂબ શોખ હતો. મેં મેના-પોપટ તથા કૂકડો પાળેલા. 
તે ત્રણેય પક્ષીઓને સોંપી દઈને હું વિદેશ ચાલ્યો ગયો.

મારા ગયા પછી મારી પત્ની ખૂબ કાળાં કામ કરવા માંડીએણે મારું ભર્યું-ભાદર્યુ ઘર વેર-વિખેર કરી નાંખ્યું. મારા નોકરની સાથે એ વિષય સુખ ભોગવવા લાગી. પણ આ વાતની તેણે કોઈને ગંધ પણ ન આવવા દીધી. મારા પુત્રને પણ તેની ખબર ના પડી. પણ મારા ચકોર પક્ષીઓ આ વાતથી અજાણ ન રહ્યાં
તેઓ આપસમાં એકબીજા સાથે વાત કરવા લાગ્યા.

મેના બોલીઃ પોપટ ! પાપકર્મમાં તત્પર થયેલા આ બન્નેને આપણે અટકાવવાં જોઈએ.

પોપટ : આ તો મૂર્ખ છે તેમને ઉપદેશ આપવો એ તો પત્થર ઉપર પાણી બરાબર છે.

મેના : પોપટ! તારી વાત તો સાચી. પણ આપણા આ શ્રેષ્ઠી કેટલા ખાનદાન અને શીલવાન છે 
અને એમની આ પત્ની આવી? આપણે ગમે તે કરીને પણ તેમને અટકાવીએ,
મારાથી તો આ પાપ નજરેય જોવાતું નથી.

પક્ષીઓનો આવો વાર્તાલાપ મારી પ્રિયાએ સાંભળ્યો અને ક્રોધથી દરિયાની ભરતીની જેમ આખી ખળભળી ઉઠી. તેણે મેનાને ઊંચકીને ધગધગતા તેલના કડાયામાં તળી દીધી.

ખરેખર સત્ય કહેનારા કડવા ઝેર જેવા લાગે છે. એક દિવસની વાત છે. મધ્યાહન સમયે મારે ત્યાં બે મુનિ ભગવંતો ગોચરી માટે પધાર્યા. તેમાં જે વૃદ્ધ હતા, તેમણે નાના સાધુને કહ્યું: જુઓ, બાલમુનિ ! 
આ શ્રેષ્ઠીના ઘરે રહેલ કૂકડાનું મસ્તક કોઈ કલગી સહિત ખાય તો ટૂંક સમયમાં રાજા બને.

મુનિ ભગવંતનો ભાષા સમિતિ ઉપર ઉપયોગ રહ્યો નહિ. ને ઉતાવળે બોલી ગયા. 
આથી ભીંતની ઓથે ઊભેલો મારો નોકર આ વાત સાંભળી ગયો, જેથી મોટો અનર્થ થઈ ગયો.

મુનિ તો ત્યાંથી નીકળી અન્યત્ર ચાલ્યા ગયા. પણ પેલા મારા નોકરના મનમાં રાજા બનવાની તાલાવેલી જાગી, તેણે કૂકડાને મારી નાંખ્યો. અને કૂકડાંનું માથું કલગી સહિત રાંધી આપવાનું કહ્યું. 

પહેલાં તો મારી પત્નીએ નનૈયો ભણી દીધોપણ પછી તેના ખૂબ કદાગ્રહથી 
મારી પ્રિયાએ માથું રાંધવા મૂકયું. અને નોકર સ્નાન કરવા ગયો. 
એટલામાં જ મારો પુત્ર ભણીને આશ્રમમાંથી આવ્યોતેને ભૂખ લાગી હતી. 
તે આમથી તેમ ઘરમાં ખાવા માટે ખાંખા-ખોળા કરવા લાગ્યો. પણ કંઈ મળ્યું નહિ

તેથી ચૂલા ઉપર મૂકેલું જે કૂકડાનું માંસ હતું, તે મારો પુત્ર ખાઈ ગયો
તેને આવી કોઈ ખબર નહોતી. નોકર સ્નાન પતાવી જમવા માટે આવ્યો. 
તેણે મારી પ્રિયા પાસે જમવાનું માંગ્યુ. પણ આ શું? વાસણ તો ખાલીખમ દેખાતું હતું.

ત્યા જ મારી પ્રિયા બોલીઃ ઓહ્‌ ! મારો પુત્ર હમણાં જ ઘરે આવ્યો હતો
કદાચ તે જ ખાઈ ગયો હશે. હવે શું?

મારી પત્નીને નોકરે કહ્યું: તું હમણાં જ તારા છોકરાને મારી નાખ
એના પેટમાંથી માંસ કાઢીને મને ખાવા આપ,
તો જ હું તારી સાથે સંબંધ રાખીશ, નહિ તો તારો અને મારો સંબંધ ખતમ!

મારી પ્રિયા કામી હતી અને કામી શું ન કરે? તે મારા પુત્રને મારવા તૈયાર થઈ ગઈ. 
આની ગંધ આવી જતાં ધાવમાતા મારા પુત્રને લઈ પૃષ્ઠચંપા નગરમાં ચાલી ગઈ.

પૃષ્ઠચંપા નગરીનો રાજા મૃત્યુ પામ્યો હતો, વળી તે પુત્ર વિનાનો હતો
એટલે કેટલાક દિવસથી રાજ્‌ય સૂનું પડ્યું હતું
આથી પ્રધાનોએ પંચદિવ્ય કર્યાં અને તેમાં મારા પુત્ર ઉપર જ તે દિવ્ય થયા
પૃષ્ઠચંપા નગરીનો નવો રાજા હવે મારો પુત્ર થયો. ખરેખર મુનિનું વચન અમોઘ હોય છે.

હું જ્‌યારે વિદેશથી પાછો ફર્યો, ત્યારે મારા ઘરમાં કોઈ જ નહોતું. 
ખાલી પોપટ હતો અને એ પણ નિરાધાર હતો.

મને જોઈ તે ખુશ થઈ ગયો. પણ મારા ઘરના આવા બે હાલ જોઈ તે ખૂબ રડવા લાગ્યો. 
મારા પરદેશ-ગમન બાદ જે બન્યું તે મને તેણે અક્ષરશઃ કહી દીધું. આ બધી જ 
વાત જ્યારે મેં પોપટ પાસેથી સાંભળી ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હવે મારે શું કરવું
કારણ કે ઘરનો વર્ગ જ સ્વર્ગના બદલે નર્ક જેવો બની જાય ત્યારે પરિસ્થિતિ કફોડી બનતી હોય છે.

મારી પત્ની અત્યારે પૃષ્ઠ ચંપાનગરીમાં એના પ્રેમી સાથે રહે છે. મારો પુત્ર ત્યાંનો રાજા છે. 
પણ તેને ખબર જ નથી.આ જાણીને હવે મારું મન સંસારમાંથી ઉઠી ગયું. 
મને તીવ્ર વૈરાગ્ય થયો. અને મેં દીક્ષા લીધી. સંયમજીવનમાં મેં ઘોર તપશ્ચર્યા કરવા માંડી. 
મેં મારું શરીર સૂકવી નાંખ્યું. તપના પ્રભાવથી દેવો સંતુષ્ટ થયા. ઘણી લબ્ધિઓે પ્રગટ થઇ. 
હું વિહાર કરતો કરતો પૃષ્ઠચંપા નગરીમાં પહોંચી ગયો. મધ્યાહન સમયે હું વહોરવા ગયો.

દૈવયોગે મારી સંસારી પત્નીના ઘરે જ હું પ્રવેશ્યો, તે મને ઓળખી ગઈ. 
તેણે વિચાર્યુ કે, જો આ મને ઓળખશેતો મારી ખૂબ બદનામી થશે. 
માટે મારે આમને ગમે તે કરીને ભગાડી દેવા જોઈએ. તેણે પોતાનું એક આભૂષણ 
મારા પાત્રમાં નાખી દીધું અને જોર જોરથી એણે બૂમો પાડવા માંડીઃ

પકડો, પકડો, ચોર, ચોર ! આ મારા ઘરેણાં ચોરે છે. સાધુના વેશમાં આ ઢોંગ કરે છે.’ 
આ બૂમરાણ માર્ગ ઉપરથી પસાર થતાં રાજસેવકોએ સાંભળી, તે મને પકડીને રાજા પાસે
લઈ ગયા. રાજા તો મારો સંસારી પુત્ર હતો, પણ તે મને ઓળખી ન શક્યો
પણ તેની બાજુમાં રહેલી ધાવમાતા મને ઓળખી ગઈ. તેણે કહ્યું: 
બેટા! આ તારા પિતા છે. અને બીજી પણ કેટલીક વાતો કરી. મારો આંખો વૃત્તાંત કહી
સંભળાવ્યો.

મારો વૃત્તાંત સાંભળી તે રાજાને પણ વૈરાગ્ય થયો, મેં તેને શ્રાવક ધર્મ આપ્યો. રાજાના આગ્રહથી 
હું પૃષ્ઠચંપાનગરીમાં રોકાયો. હું જેટલા દિવસ રહ્યો, તેટલા દિવસ રાજા રોજ ઠાઠ-માઠ પૂર્વક 
મને વંદન કરવા આવતો. આ અન્ય ધર્મીના મનમાં ખટકતું, તે જૈનોના દ્વેષી હતાં. 
અને મારી આવી પ્રભાવકતા જોઈ શકતા નહોતા. એમાંય મારી તપશ્ચર્યાને તો
જૈનેતરો પણ વખાણતા, તેથી તે અન્ય ધર્મી મનમાં ખૂબ પીડાતા.

જો આપણે આપણો પ્રભાવ વધારવો હશે, તો આ મુનિને અહીંથી ગમે તે રીતે કાઢવા પડશે. 
અન્ય ધર્મી પરસ્પર આવી વાતો કરતાં હતાં, તેટલામાં જ એક અન્ય ધર્મી બોલ્યોઃ આ
મુનિને કાઢવા એ કંઈ ખાવાના ખેલ નથી! એમની તપશ્ચર્યાનો પ્રભાવ જ એટલો બધો છે કે
દેવો પણ તેમને પૂજે છે.

માટે જો આ કાંટો કાઢવો હોય, તો માયા-પ્રપંચ કરવો પડે. તેથી તેમણે એક નુસખો અપનાવ્યો. 
તેમણે એક ગર્ભવતી સ્ત્રીને કહ્યું કે, તું આ સાધુને કલંકિત બનાવ, અમે તને ખૂબ ધન આપીશું. 
ધનના લોભે પેલી સ્ત્રીએ હા પાડી.

રાજાના આગ્રહથી હું ઘણા દિવસ ત્યાં રોકાયો, એક દિવસ સવારે મેં વિહાર કર્યો. 
ગ્રામજનો મને છેક દૂરદૂર સુધી વળાવા આવ્યા. હું ગામની બહાર નીકળતો હતો
ત્યાંજ એક ગર્ભવતી સ્ત્રીએ આવી મારા બન્ને પગ પકડી લીધા. અને એ બોલવા લાગીઃ 
સ્વામીનાથ! આ તમારાથી રહેલો ગર્ભ તમે એમને એમ મૂકીને ચાલ્યા જાઓ
તે સારું ન કહેવાય.હું તો આ વાત સાંભળીને જ ડઘાઈ ગયો, મને થયું કે, મારા ઉપર આવો આરોપ
નક્કી દાળમાં કંઈક કાળું હોવું જોઈએ.

તને બોલવાનું કંઈ ભાન-બાન છે કે નહિ? આવું બોલતા તને શરમ નથી આવતી
શા માટે તું આવું હળાહળ જૂઠ બોલે છે ?’

એ સ્ત્રીએ ધિઠ્‌ઠાઈ પૂર્વક જવાબ આપ્યો કે, ના, હું જરાય જૂઠુ નથી બોલતી!
મને તો આ સાંભળીને ઔર ગુસ્સો આવ્યો. મેં કહ્યુંગ્રામવાસીઓ! હું આ જૂઠી સ્ત્રીને અભિશાપ આપું છું કે,
જો આ ગર્ભ મારા થકી રહ્યો હોય, તો જેમ છે એમ જ રહે. પણ જો મારાથી ન રહ્યો હોય
તો આ જ ઘડીએ તેનું પેટ ચિરાઈ જાય અને એ બહાર પડે.

હજી તો મારું બોલવાનું પૂરું થાય, તે પહેંલા જ તે જૂઠી સ્ત્રીના પેટના બે ચીરા થઈ ગયાં. 
અને તેનો ગર્ભ વેગથી પૃથ્વી ઉપર પડયો.

આનાથી વિરોધી લોકો નો ભાંડો ફૂટી ગયો. પેલી સ્ત્રીની સાચી વાત જાહેર થઈ જતાં 
ભરસભામાં તેમનું નાક કપાઈ ગયું.

જે લોકો અત્યાર સુધી તેઓને પૂજતા હતાં, તેઓ તેમના ઉપર થૂંકવા લાગ્યા કે, આવા નફ્ફટ લોકો?

મેં ગ્રામજનોને અને અન્ય ધર્મીઓ ને સમજાવીને આખો મામલો શાંત પાડ્યો અને 
ધર્મદેશના દ્વારા આખા ગામને જૈન ધર્મથી ગાજતું કરી દીધું. 
ચોતરફ મારા નામની સાથે જૈનશાસનની બોલબાલા થવા લાગી. 
આ રીતે તપ પ્રભાવક તરીકે મારી પૂર્વે થઈ ગયેલા વિષ્ણુ મુનિની જેમ 
હું પણ ઇતિહાસાંકિત બની જવા પામ્યો.


No comments:

Post a Comment